Advertisements

MALPRACTICE COME OUT OF THE BHAVNAGAR HOUSING BOARD


ઘરના ઘરની યોજનામાં ડ્રોની ગેરરીતિ બહાર આવી અને ગુજરાત હાઉસિંગ બોર્ડે દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો. સત્ય એ છે કે જે ખાનગી એજન્સી કસૂરવાર ઠરી છે તેને ગુજરાત હાઉસિંગ બોર્ડે જ પસંદ કરી હતી. ડ્રો ગેરરીતિમાં હાઉસિંગ બોર્ડના ચેરમેન ભલે કહેતા હોય કે ખાનગી એજન્સીના કારણે બોર્ડની છબિ ખરાબ થઈ. હકીકત એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની મથરાવટી પહેલેથી જ મેલી છે. આજે VTV એક એવા કૌભાંડ પરથી પડદો ઉઠાવી રહ્યું છે જેમાં ગરીબોના 9 કરોડ સગેવગે થઈ ગયા છે.

Advertisements

Video

PATIENT SAT ON THE FAST IN BHAVNAGAR CIVIL HOSPITAL


Video

Bhavnagar Court to make new demands


ભાવનગર શહેરમાં આવેલી સવાસો વર્ષ પહેલા રાજાશાહી સમયમાં બનાવાયેલી કોર્ટ હવે નાની પડી રહી છે. અને કેસોનું પણ ભારણ વધી રહ્યું છે. ત્યારે અહીં અતિઆધૂનિક અને બહુમળી બિલ્ડીંગ વાળી કોર્ટ બનાવવા વકીલ મંડળમાં માગ ઊઠી છે.

ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સંકુલ રાજાશાહી સમયની યાદ અપાવે છે. સવાસો વર્ષ પહેલા આ ઈમારત બંધાઈ હતી. હેરિટેજ જેવા આ સંકુલમાં અનેક આરોપીઓને સજા સંભળાવાઈ છે. તો અનેક લોકોને ન્યાય પણ મળ્યો છે. પરંતુ કેસોનું ભારણ ઘટતું નથી. અહીં અંદાજે 750 વકીલો પ્રેક્ટીસ કરે છે. અને દરરોજ 1,200થી વધુ કેસ ચાલે છે. ત્યારે હવે આ ન્યાયમંદિર નાનું પડવા લાગ્યું છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના જજ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે વકીલ મંડળે તેમની સમક્ષ બહુમાળી ઈમારતવાળી કોર્ટ બનાવવા માગ કરી હતી.

Video

Only women employment in Kutch Diamond Unit


હિરા ઉદ્યોગની વાત આવે એટલે સુરત, અમદાવાદ, ભાવનગર યાદ આવે. જ્યાં લાખો કારીગરોને રોજગારી મળે છે. પરંતુ કચ્છમાં એકમાત્ર યુનિટ એવું છે કે જ્યાં માત્ર મહિલાઓને જ રોજગારી આપવામાં આવે છે. જેની પાછળ મહિલાઓને સ્વનિર્ભર કરવાનો હેતૂ છે.

Video

Bhavnagar market yard is a new name added to the auction


ભાવનગર માર્કેટ યાર્ડમાં હરાજીમાં એક નવુ નામ ઉમેરાયું છે. યાર્ડમાં ચીકુ, કેરી પછી હવે દાડમની હરાજી શરૂ કરાઈ છે. જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. મહત્વનુ છે કે, ભાવનગર યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દાડમની હરાજી શરૂ કરાઈ છે.

Video

Now eat the famous mango from America and Africa


ભાવનગરના લોકોને હવે આગામી વર્ષોમાં કેસર કે હાફુસ કેરીના બદલે અમેરિકા અને આફ્રિકાની કેટલીક પ્રખ્યાત કેરીની જાતો ખાવા મળશે. જે સ્વાદમાં કેસર કરતા સારી અને ભાવમાં પણ સસ્તી મળશે. તેવો દાવો શહેરના એક પ્રગતિશીલ ખેડૂતે કર્યો છે.

Video

BJP leaders were meeting in Bhavnagar


ભાવનગરમાં કોળી બહુ વસ્તી હોવાથી ભાજપે લોકસભા ચૂંટણીમાં કોળી ઉમેદવાર ઊભો રાખ્યો છે. જ્ઞાતિવાદી સમીકરણો માંડતાં જો કોળી ઉમેદવારને ટિકિટ ન અપાઈ હોત તો આ બહુમતી સમાજની નારાજગી વહોરવાનો વારો આવ્યો હોત એમ મત્સ્યોધોગમંત્રી પરસોતમ સોલંકીએ જણાવ્યું છે.

Video

MOTI BAUG THEATER NOW BECAME RUINS IN BHAVNAGAR


વિશ્વ રંગભૂમિ દિવસ છે. આજના દિવસે રંગભૂમિના સંસ્મરણો સૌ કોઈ વાગોળે છે. ત્યારે ભાવનગરમાં આવેલું મોતી બાગ ઓપનએર થિયેટર રંગભૂમિના કલાકારોની રાહ જોઈ રહ્યું છે. અહીંનું રંગમંચ હાલ ખંડેર ભાસી રહ્યું છે. શહેરના કલાકારોને પોતાની વેદના ઠાલવવા સિવાય કોઈ આરો નથી.

Video

Chuntani No Choro, Bhavnagar, Segment 4 – Tv9 Gujarati


Chuntani No Choro, Bhavnagar, Segment 4 – Tv9 Gujarati

Video

Chuntani No Choro, Bhavnagar, Segment 3 – Tv9 Gujarati


Chuntani No Choro, Bhavnagar, Segment 3 – Tv9 Gujarati

Video

Previous Older Entries

Blog Stats

  • 515,270 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: