Farmers were worried that NO rain, NARMADA


નર્મદા જિલ્લો મોટા ભાગે ઢાળ ઢોળાવો વાળો વિસ્તાર હોવાથી અહીં બીન પીયત વરસાદ આધારીત ખેતી થતી હોય છે.અને વરસાદ આવતા જ ખેડુતો ગેલમાં આવી વાવણી આરંભી દેતા હોય છે.ચાલુ વર્ષે પણ ખેડુતોએ પ્રથમ વરસાદ બાદ વાવણી કરી પણ હવે વરસાદે હાથતાળી આપતા ખેડુતો ચિંતીત બન્યા છે.

Video

Opposition parties slam rail fare hike, demand rollback


રેલ મુસાફરી અને માલભાડામાં કરાયેલા વધારાનો અમલ થતા જ વિરોધ પણ થયો. દેશના અનેક શહેરોમાં રાજકીય પાર્ટીઓ દ્વારા રેલ રોકવામાં આવી અને પ્રદર્શન કરવામાં આવ્યા. ટ્રેન મારફતે મુસાફરી કરનારા યાત્રિકો પણ સરકારના ભાડા વધારાના નિર્ણયથી નારાજ છે.તો કેટલાક મુસાફરોએ ભાડા વધારાને યોગ્ય ગણાવ્યો છે.

Video

Junagadh Municipal Corporation monsoon as well functioning only on paper


જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીનો નિકાલ જ્યાંથી થાય છે તેવા વોકળા અને ગટરો કચરાથી ભરેલી છે તેને સાફ કરવાની કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી હોવાનું દેખાય આવે છે. બીજીબાજુ જર્જરિત ઈમારતોને માત્ર નોટીસ આપીને મહાનગરપાલિકાના અધિકારીઓએ આગળની કોઈ કામગીરી કરવામાં આવી નથી.

Video

Modi government: A Month in Power


કેન્દ્રની સત્તા સંભાળ્યાને મોદી સરકારને એક મહિનો થયો. આ એક મહિનામાં સરકારે ઘણા અઘરા લાગે તેવા નિર્ણયો લીધા. કેટલાક નિર્ણયોને આવકાર મળ્યો. તો કેટલાકનો વિરોધ થયો. સરકારે કેટલીક મુશ્કેલીઓ દૂર કરી. તો, કેટલીક નવી મુશ્કેલીઓ ઉભી પણ થઈ.

Video

Ahmedabad Jagannath ‘RATHYATRA’ preparations in full swing


અમદાવાદમા 137મી રથયાત્રાની સુરક્ષા સાથે ટાફિક પોલીસે રથયાત્રાના રૂટ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટેનુ ઝુંબેશ શરૂ કયુ છે. રથયાત્રાના રૂટ પર 800થી વધુ ટ્રાફિક પોલીસ જવાન તૈનાત રહેશે. આ ઉપરાંત દરેક બંધ રૂટ પર વૈકલ્પીક રૂટના હોંડીગ્સ મુકવાની સાથે સોસીયલ મીડિયા મારફતે વાહન ચાલકોને બંધ રસ્તાઓની માહિતી આપશે.

Video

Patna fake encounter case: Cop gets death penalty for killing 3 students


બિહારની રાજધાની પટનાના બહુચર્ચિત નકલી એન્કાઉન્ટર મુદ્દે કોર્ટે સજા સંભળાવી છે. સીબીઆઇની ફાસ્ટ્રેક કોર્ટે આ મુદ્દે દોષિ જેલર શમ્સે આસમને ફાંસીની સજા સંભળાવી છે. અને બીજા સાત દોષિતોને આજીવ કેદની સજા ફટકારી છે.

Video

First-ever solar power plant in Daman will produce electricity


સંઘપ્રદેસ દમણ સૌ પ્રથમ વાર સોલર પાવર પ્લાન્ટ થકી વીજળી પેદા કરવા જઇ રહ્યું છે. પ્રદેશના પ્રશાસન ભૂપેદ્ર ભલ્લાના હસ્તે 1 મેગા વોટની ક્ષમતા વાળા આ પાવર પ્લાન્ટનો શીલાન્યાસ કરાયો હતો. તો પ્રસંગે પ્રશાસકે દીવમાં પણ 3 મેગા વોલ્ટની ક્ષમતા વાળો પાવર પ્લાન્ટ સ્થાપવાની ઘોષણા કરી છે. આ બંને પ્લાન્ટ સોલર એનર્જીથી ચાલશે જેથી પ્રદુષણ જેવા પ્રશ્નોનું નિરાકરણ થશે.

Video

CELEBRATE INTERNATIONAL DRUGS ABUSE AND ILLICIT TRAFFICKING


અમદાવાદમા 26 જૂનના રોજ ઈન્ટનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલિસીટી ટ્રાફિકીંગની ઉજવણી સંદર્ભે નશાબંધી ખાતુ અને નાકોટીકસ કન્ટ્રોલ બ્યુરો દ્વારા વિવિધ કાયૅક્રમોનુ આયોજન કયુ છે. ગુજરાતમા શાળા-કોલેજ અને શ્રમજીવી વિસ્તારોમા કૈફી દ્રવ્યોથી દૂર રહેવાના જાગૃતી અભિયાન હાથ ધરાશે.

Video

FRAUD WITH JEWELERS OF OFFERED A CHEAP GOLD, RAJKOT


રાજકોટના સોની વેપારી સસ્તુ સોનુ લેવાનુ લાલાચમા ફરી છેતરપિંડીનો ભોગ બન્યાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે ગુન્હો નોંધીને સોની વેપારીને છેતરનાર શખ્સો વિરુધ્દ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.

Video

OPENED POLL PRE-MONSOON PLAN, JAMNAGAR


જામનગર શહેરમાં હાલ ચાલી રહી છે પ્રિ-મોનસૂનની કામગીરી. શહેરના નદી-નાળામાં સફાઈકામ ચાલી રહ્યું છે. જેથી વરસાદ વખતે કોઈ સમસ્યા ઉભી ન થાય. પરંતુ સવાલ એ છે કે હંમેશા મોડે મોડે જ શા માટે તંત્ર જાગે છે. અને હાલમાં કામગીરી કેટલી પૂર્ણ થઈ છે.

Video

Previous Older Entries

Blog Stats

  • 516,742 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: