Advertisements

REDUCED THE NUMBER OF ‘KHARAI CAMEL’ , KUTCH


ઉંટ એટલે રણનું જહાજ… પણ એવું નથી. કચ્છમાં ખારાઇ ઉંટની વિશેષ પ્રજાતિ છે, જે પાણીમાં તરી શકે છે. દુનિયામાં આવા વિશિષ્ટ ઊંટ બીજે કયાંય નથી. પણ આજે આ ખારાઈ ઊંટોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. જેને કારણે આ ઊંટના માલિકો એવા માલધારીઓ પણ ચિંતિત બન્યા છે. ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળે તેવા પ્રયત્નો અંતિમ તબક્કામાં છે. ત્યારે માલધારીઓ પણ તેમની જીવાદોરી સમાન ખારાઈ ઊંટને જલ્દીથી રાષ્ટ્રીય માન્યતા મળે તેવી આશા રાખીને બેઠા છે.

Advertisements

Video

RAJWADI ‘VAGHA’ READY FOR JAGANNATH, AHMEDABAD


Video

Only women employment in Kutch Diamond Unit


હિરા ઉદ્યોગની વાત આવે એટલે સુરત, અમદાવાદ, ભાવનગર યાદ આવે. જ્યાં લાખો કારીગરોને રોજગારી મળે છે. પરંતુ કચ્છમાં એકમાત્ર યુનિટ એવું છે કે જ્યાં માત્ર મહિલાઓને જ રોજગારી આપવામાં આવે છે. જેની પાછળ મહિલાઓને સ્વનિર્ભર કરવાનો હેતૂ છે.

Video

Kutch farmers hit about a hundred crore


કચ્છમાં કેસર કેરીનું ઉત્પાદન મોટા પાયે છે. કચ્છની કેરીની વિદેશમાં પણ મોટા પાયે માગ છે. પરંતુ આ વખતે કચ્છના ખેડૂત વિદેશમાં કેસર કેરીની નિકાસ નહીં કરી શકે. કચ્છની કેરી યુરોપના દેશોમાં જતી. પણ ત્યાં ભારતની કેરીની આયાત પર પ્રતિબંધ મૂકાયો છે. જેનાથી કચ્છના ખેડૂતોને લગભગ સો કરોડ રૂપિયાનો ફટકો પડશે. આ વખતે કચ્છમાં કેરીના વધુ ઉત્પાદનથી ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ પ્રતિબંધથી ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો સમય આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Video

ANOKHI YATRA BY LOARD DWARKADHISH, DWARKA


દ્વારકાધીશ મંદીરેથી ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજી યજમાન રૂપે કચ્છ પહેંચશે. વિશાળ સંખ્યામાં સાધુસંતો અને ભકતો સાથે ભગવાન રથયાત્રા થકી કચ્છ જવા રવાના થયા છે.

Video

SHAKTISINH VISITED KUTCH AND ABDASA SEAT


કચ્છ વિધાનસસભાની પેટા ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે અબડાસા બેઠક પરથી કોંગ્રેસે નેતા શક્તિસિંહ ગોહીલને ઉમેદવાર જાહેર કયૉ છે. જેથી શક્તિસિંહ આજે કચ્છ અને અબડાસા બેઠકની મુલાકાતે આવતા કાયૅકર્તાઓમા ઉત્સાહ વધ્યો હતો.

Video

‘KESUDO’ IN ON THE ROAD AND THE INTERIOR HILLY AREA IN KUTCH


કચ્છનું નામ પડે એટલે રણ અને સૂકો પ્રદેશ આંખો સામે તરવરી આવે પરંતુ આ વિસ્તારમાં પ્રકૃતી મન મુકીને ખીલી છે.કેસૂડો પણ ચોમેર ખીલ્યો છે.ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છવાયેલો છે.

Video

NAKATRANA NOT IN THE HIGHER SECONDARY SCHOOL,KUTCH


નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં પુંજાભાઇ કલ્યાણજી હાઇસ્કૂલમાં ધોરણ દસ સુધીના જ વર્ગો છે. ગામમાં ઉચ્ચતર શિક્ષણની સુવિધા ન હોવાથી ઘણા વિધાથીઓ આગળ ભણી શકતા નથી. જે મામલે સ્કૂલમાં વાલીમંડળની મિટીંગ મળી હતી.અને આ વિસ્તારમાં ધોરણ 11ની શરૂઆત થવી જોઇએ તેવી માગ ઉઠી હતી.
નિરોણા ગામ અંતરિયાળ વિસ્તાર હોવાથી વિધાથીઓની માંગ છેકે અહીં બાર ધોરણ સુધી માન્યતા મળવી જોઇએ. ઉપરાંત દસમા ધોરણની પરીક્ષા આપવા માટે ચાલીસ કીલોમીટર દુર નખત્રાણા જવું પડે છે. તેથી ધોરણ દસનું બોડૅનુ સેન્ટર નિરોણાને મળે તેવી પણ માંગ છે. નિરોણાની સ્કૂલમાં આસપાસનાં દસ ગામના વિધાથીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં નિરોણા ઉપરાંત પાલનપુર, ઝરા, બિબર, જતવાંઢ, હનુમાનનગર,હરિપુરા, ઓરીરા, અમરગઢ અને વેડહાર ગામના વિધાથીઓ આ શાળામાં અભ્યાસ કરે છે.

Video

”Run the Rann” The most spectacular footrace in Kutch – Tv9 Gujarati


In Kutch , The Gujarat tourism department is organizing a ‘Run the Rann’, the first three-day annual event in the desert. The event is aimed at promoting adventure sports and eco-tourism in the state.

Video

THIRTEEN YEARS OF KUTCH EARTHQUAKE


આજે ભલે બધા પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરતા હોય. પરંતુ કચ્છવાસીઓ માટે આ 26 જાન્યુઆરી જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવો છે. વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ સવારે કચ્છમાં આવેલા ગોઝારા ભૂંકપે હજારો માનવજીંદગી હણી લીધી હતી.

Video

Previous Older Entries

Blog Stats

  • 515,270 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: