Gir Vegetarian Animals Increased,Sasangir


ગીરના જંગલમાં શાકાહારી પ્રાણીઓની સંખ્યામાં 8 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં જ ગીરના જંગલમાં તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં આ વધારો દેખાયો છે.

ગીરના જંગલમાં શાકાહારી પ્રાણીઓની સંખ્યામાં આઠ ટકાનો વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 3 વર્ષમાં આ વધારો જોવા મળ્યો છે. ગીરના જંગલોમાં ગીર વન અને મહેસૂલ વિભાગના સંયુક્ત ગણતરી અભિયાનમાં આ ખુશીના સમાચાર બહાર આવ્યા છે. ગણતરી પ્રમાણે જંગલમાં 18.40 ટકા પ્રાણીઓમાં વધારો થયો છે. વર્ષ 2014માં શાકાહારી પ્રાણીઓની ગણતરીમાં જુનાગઢ વન વિભાગે અલગ અલગ રૂટો પર ટીમો બનાવી હતી. જેમાં રોડ સાઈડ કાઉન્ટર પદ્ધતિ પ્રમાણે સમગ્ર જંગલને આવરી લેવામાં આવ્યું હતું.

Video

Ghogha Village of People Water Problem


ભાવનગરના દરિયાકાંઠે આવેલા ઘોઘા ગામમાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. અહીં મહી નદીનુંપાણી મહિને એક વખત મળે છે. તંત્રનું કહેવું છે કે, જૂની પાઈપલાઈનને કારણે પૂરતું પાણી મળતું નથી.
મહિલાઓ માથે બેડા લઈને પાણી ભરવા ક્યાંય દૂર જાય. આવા દૃશ્યો સૌરાષ્ટ્રમાં રોજના છે. આ દૃશ્યો ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા ઘોઘા ગામના છે. મહિલાઓને ઘરના કામકાજ કરતાં પાણીની ચિંતા વધારે છે. અને અડધો દિવસ તો પાણીની વ્યવસ્થા કરવામાં નીકળી જાય છે. કેમકે આ ગામમાં મહિને એક વખત જ પાણી આવે છે. અહીં 18થી 20 હજારની વસ્તી છે. તેની સામે પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. મહિલાઓને દૂર તળાવમાંથી બેડા ઉંચકીને પાણી લાવવુ પડે છે. તો લોકોને પૈસા ખર્ચીને પણ પાણી માટે વ્યવસ્થા કરવી પડે છે.

Video

Ahmedabad Aryan Nehra Of The Eight Gold Medals


રાજકોટ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલ સ્વીમીંગ ચેમ્પયનશીપમાં અમદાવાદના આર્યન નેહરાએ આઠ ગોલ્ડ મેડલ મેળવવા ઉપરાંત બે નવા રેકોર્ડ બનાવ્યા છે. ગુજરાત વિધ્યાપીઠ ખાતે કોચીંગ લઈ રહેલા આર્યનની બેચમાં આવતા ત્રીસેક જેટલા તરવૈયાઓ પૈકી છ સ્પર્ધકોએ રાજકોટ ખાતે યોજાયેલી ચેમ્પયનશીપમાં ભાગ લીધો હતો. જેમાં આર્યન પ્રથમ આવ્યો છે.

Video

Mango A Crop Descended Greatly In Valsad


ફળો નો રાજા એટલે કેરી.અને એમાય વલસાડી આફૂસ કેરી પૂરી દુનિયામાં પોતાના સ્વાદ માટે જાણીતુ છે.આ વખતે વલસાડમાં કેરીનો ખાસ્સો પાક ઉતર્યો છે..પરંતુ આ વર્ષે બદલાતા વાતાવરણે ખેડુતોને બહુ જ રડાવ્યા છે..વલસાડના કેરી પકવતા ખેડૂતો માટે આ વર્ષ અતિસય નબળુ સાબિત થયુ છે..વારંવાર બદલતા વાતાવરણે કેરીના પાકને ખાસ્સુ નુકશાન પહોચાડયુ છે.તો બીજી તરફ યુરોપીય સંધ દ્વારા દેશની કેરી પર પ્રતિબંધ લદાતા વલસાડના ખેડૂતોને મજૂરી અને દવાનો ખર્ચ પણ માથે પડે તેવી ભીતી સેવાઇ રહી છે…

Video

Girls Vidyalaya Approval As A Sports Complex


રાજ્યની પ્રથમ કન્યા વિદ્યાલયને સ્પોર્ટ્સ સંકુલ તરીકે રાજકોટની કડવીબાઈ કન્યા વિદ્યાલયને મંજૂરી મળી છે. આ સાથે રાજ્ય સરકારે કડવીબાઈ કન્યા વિદ્યાલયમાં રાઈફલ શૂટીંગ માટેના અત્યાધુનિક સાધનો આપવામાં આવ્યા છે.

આ મહિલા ખેલાડીઓમાંથી કોઈ પણ ખેલાડી ભાવિ શુટર બની શકે છે. અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી શકે છે. કેમકે હવે આ ખેલાડીઓને શુટીંગ માટેના અત્યાધૂનિક સાધનો મળ્યા છે. એટલું જ નહીં, નિષ્ણાત કોચ પણ મળ્યા છે. અત્યાર સુધી અહીં શૂટીંગના મર્યાદિત સાધનો હતા. તે પણ ચાલે ન ચાલે તેવી સ્થિતિમાં હતા. આ સંકુલ રાજકોટની કડવીબાઈ કન્યા વિદ્યાલયનું છે. આ શાળા રાજ્યની પ્રથમ શાળા બની છે જેને રાજ્ય સરકારે સ્પોર્ટ્સ સંકુલ તરીકે મંજૂરી આપી હોય.

Video

Narendra Modi As Prime Minister In 15 Positions


ભારતના 15માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પદગ્રહણ કરતાની સાથે જ પ્રજાજનો સાથે સંવાદ પણ શરૂ કરી દીધો. તેમણે પોતાની સત્તાવાર વેબસાઈટ WWW.PMINDIA.NIC,IN પર સંદેશ પાઠવ્યો છે.

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં વડાપ્રધાન પદના ગુપ્તતાના શપથ લીધા.. આ સાથે તેમણે વડાપ્રધાન તરીકે પદગ્રહણ કર્યું. મોદી સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરીને પ્રજાજનો સાથે જોડાયેલા રહે છે. ત્યારે વડાપ્રધાન બનતાની સાથે જ તેમણે વડાપ્રધાનની સત્તાવાર વેબસાઈટ WWW.PMINDIA.NIC,IN પર નાગરિકોને સંદેશ પાઠવ્યો છે. તેમણે પોતાન સંદેશમાં લખ્યું છે કે,

ભારત અને પૂરા વિશ્વના પ્રિય નાગરીકો,

Video

The needle of suspicion on Asaram Bapu


આસારામના પૂર્વ સાધક અને તેમના કરતૂતોનો પર્દાફાશ કરનાર અમૃત પ્રજાપતિ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે.. વૈદ્યરાજ તરીકે ઓળખાતા અમૃત પ્રજાપતિ પર દર્દીના સ્વાંગમાં આવેલા એક શખ્સે ફાયરિગ કર્યું હતું.. જેમાં અમૃત પ્રજાપતિના ચહેરા પર ગોળી વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

Video

kaivala Kothari from Ahmedabad 99.99 parasentail


અમદાવાદના કૈવલ કોઠારીએ A1 ગ્રેડ સાથે 99.99 પરસેન્ટાઈલ મેળવી બોર્ડમાં ટોપરમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો ધોરણ 10માં ટોપરમાં સ્થાન મેળવનાર રીયા શાહે ધોરણ 12 સાયન્સમાં પણ A1 ગ્રેડ સાથે 99.99 પરસેન્ટાઈલ રેન્ક મેળવી ટોપરમાં સ્થાન જાળવી રાખ્યું છે. અમદાવાદના ટોપરોએ પોતાના પરિવાર સાથે પાસ થવાની ઉજવણી કરી હતી.

Video

Bhavnagar Court to make new demands


ભાવનગર શહેરમાં આવેલી સવાસો વર્ષ પહેલા રાજાશાહી સમયમાં બનાવાયેલી કોર્ટ હવે નાની પડી રહી છે. અને કેસોનું પણ ભારણ વધી રહ્યું છે. ત્યારે અહીં અતિઆધૂનિક અને બહુમળી બિલ્ડીંગ વાળી કોર્ટ બનાવવા વકીલ મંડળમાં માગ ઊઠી છે.

ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સંકુલ રાજાશાહી સમયની યાદ અપાવે છે. સવાસો વર્ષ પહેલા આ ઈમારત બંધાઈ હતી. હેરિટેજ જેવા આ સંકુલમાં અનેક આરોપીઓને સજા સંભળાવાઈ છે. તો અનેક લોકોને ન્યાય પણ મળ્યો છે. પરંતુ કેસોનું ભારણ ઘટતું નથી. અહીં અંદાજે 750 વકીલો પ્રેક્ટીસ કરે છે. અને દરરોજ 1,200થી વધુ કેસ ચાલે છે. ત્યારે હવે આ ન્યાયમંદિર નાનું પડવા લાગ્યું છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના જજ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે વકીલ મંડળે તેમની સમક્ષ બહુમાળી ઈમારતવાળી કોર્ટ બનાવવા માગ કરી હતી.

Video

One arrested in fraud case in Maninagar


અમદાવાદની મણિનગર પોલીસે ગાડી ભાડે આપવાના કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને નાગરિકો પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ જુદા જુદા લોકો પાસેથી ગાડી ભાડે આપવાના બહાને કોન્ટ્રાકટ કરીને રૂપિયા પડાવ્યા હતા. આ શખ્સની ધરપકડથી અલગ અલગ જગ્યાએથી કુલ રૂપિયા 22 લાખ 52 હજારની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે.

Video

Previous Older Entries

Blog Stats

  • 516,743 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: