ચાઈનાનો જીવલેણ કોરોના વાઈરસે ચાઈનામાં ૧૭૦થી વધુ લોકોનો ભોગ લીધા સાથે અનેકને અસરગ્રસ્ત કરતાં અને આ વાઈરસ અન્ય દેશોમાં પણ ફેલાવા લાગીને હવે ભારતમાં પ્રવેશ્યાનું આજે જાહેર થઈ કેરળમાં પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતાં ફફડાટની સાથે ફંડો-ખેલંદાઓએ ડેરિવેટીવ્ઝમાં ભારતીય શેર બજારોમાં ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના અંતે તેજીની મોટી ઓવરબોટ પોઝિશન સરખી કરી હતી. આ સાથે હવે શનિવારે ૧,ફેબુ્રઆરી ૨૦૨૦ના રજૂ  થનારા કેન્દ્રિય બજેટ આ વખતે સ્વદેશી પર ફોક્સ કરીને રજૂ થવાના અહેવાલો વચ્ચે બજેટ પૂર્વે સાવચેતીમાં ફોરેન ફંડો, ખેલંદાઓએ અનેક શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. બજેટમાં એક તરફ બજાર અને ઉદ્યોગોની અનેક પ્રોત્સાહનો અને રાહતોની અપેક્ષા સામે કેન્દ્ર સરકાર માટે આવકના ટાંચા સાધનોએ પડકારરૂપ સ્થિતિ હોવાથી પ્રોત્સાહનો આપવા માટે મર્યાદા હોવાના અમુક નિષ્ણાતોના અભિપ્રાય વચ્ચે બજેટમાં જો કોઈ ખાસ રાહતો જાહેર કરવામાં  નહીં આવે અને કોઈ મોટી નેગેટીવ જોગવાઈ જેવી કે  આકરાં વેલ્થ ટેક્ષ જેવી જોગવાઈ કરવામાં  આવશે તો એવી આશંકાએ ફંડો-બજારના અમુક વર્ગે આજે અગમચેતીમાં ઈન્ડેક્સ બેઝડ શેરોની સાથે પોતાના રોકાણ પોર્ટફોલિયોના સ્મોલ, મિડ કેપ શેરોમાં હેવી સેલીંગ કર્યું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ અમેરિકામાં ઈન્વેન્ટરીમાંજંગી વધારો નોંધાતાં ફરી ઝડપી ઘટી આવીને આજે સાંજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૨૩ ડોલર તૂટીને ૫૮.૫૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૯૯ સેન્ટ ઘટીને ૫૨.૩૪ ડોલર નજીક રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૪ પૈસા વધીને રૂ.૭૧.૪૯ નજીક રહ્યો હતો.  એફએમસીજી, ફાર્મા, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ અને ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ ૨૮૪.૮૪ પોઈન્ટ તૂટીને ૪૦,૯૧૩.૮૨ અને નિફટી સ્પોટ ૯૩.૭૦ પોઈન્ટ ઘટીને ૧૨,૦૩૫.૮૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ગેપ અપ ઓપનીંગમાં ૪૧૩૮૦ મથાળે ખુલીને તૂટતો જઈ ૪૦૮૨૯ સુધી ખાબકી અંતે ૨૮૫ પોઈન્ટ તૂટીને ૪૦૯૧૪

ટ્રેડીંગની શરૂઆત આજે ક્ષણિક ગેપ અપ ઓપનીંગે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧,૧૯૮.૬૬ સામે ૪૧,૩૮૦.૧૪ મથાળે ખુલીને આરંભમાં ક્ષણિક મજબૂતી બતાવ્યા બાદ ફંડોની  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં મોટી વેચવાલી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એક્સીસ બેંક સહિતમાં વેચવાલી થતાં અને એફએમસીજી શેરોમાં ફરી નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સહિતમાં પ્રોફિટ બુકિંગ થતાં તેમ જ સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, ટીસીએસ સહિતના આઈટી શેરો અને ટાઈટન કંપની, ભારતી એરટેલ સહિતમાં નરમાઈએ ઘટીને નીચામાં ૪૦,૮૨૯.૯૧ સુધી આવી અંતે ૨૮૪.૮૪ પોઈન્ટ ઘટીને ૪૦,૯૧૩.૮૨ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઉપરમાં ૧૨,૧૫૦ સુધી જઈ નીચામાં ૧૨,૦૧૦ સુધી પટકાઈ અંતે ૯૪ પોઈન્ટ ઘટીને ૧૨,૦૩૬

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૧૨૯.૫૦ સામે ૧૨,૧૪૭.૭૫ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં ઓટો શેરોમાં આઈશર મોટર્સ, બજાજ ઓટો, મારૂતી સુઝુકીમાં લેવાલીએ અને આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રીડ કોર્પમાં આકર્ષણે ૧૨,૧૫૦.૩૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, બીપીસીએલ, ગેઈલ ઈન્ડિયા, આઈઓસીમાં ફંડોના ઓફલોડિંગે અને ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, એક્સીસ બેંક સહિતમાં વેચવાલીએ અને એફએમસીજી શેરોમાં નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનીયા સહિતમાં પ્રોફિટ બુકિંગે અને સિપ્લા, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ગ્રાસીમ, અદાણી પોર્ટસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, વેદાન્તા, ટાટા સ્ટીલ, ટીસીએસ સહિતમાં નરમાઈએ ઘટીને નીચામાં ૧૨,૦૧૦.૬૦ સુધી આવી અંતે ૯૩.૭૦ પોઈન્ટ ઘટીને ૧૨,૦૩૫.૮૦ બંધ રહ્યો હતો.

જાન્યુઆરીનો ધોવાણે અંત : ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થઈ : બેંક નિફટી ફયુચર ૩૦,૯૦૫ થી ઘટીને ૩૦,૬૪૬ સેટલ

ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણનો આજે અંત ધોવાણે થયો હતો. ફંડો, ખેલંદાઓએ નિફટી બેઝડ તેજીની પોઝિશન હળવી કરી હતી. બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૪૭,૮૯૪ કોન્ટ્રેકટસમાં રૂ.૯૦૬૨.૪૦ કરોડના કામકાજે ૩૦,૯૦૫.૫૫ સામે ૩૧,૨૮૦ મથાળે ખુલીને નીચામાં ૩૦,૫૧૩.૪૫ સુધી આવી અંતે ૩૦,૬૪૬.૦૫ સેટલ થયો હતો. બેંક નિફટી ફેબુ્રઆરી ફયુચર ૭૯,૪૪૩ કોન્ટ્રેકટસમાં રૂ.૪૮૮૩.૬૯ કરોડના કામકાજે ૩૦,૯૭૮.૬૫ સામે ૩૦,૯૪૭ મથાળે ખુલીને નીચામાં ૩૦,૬૨૨.૦૫ સુધી આવી અંતે ૩૦,૭૩૦ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૪૫,૨૯૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૧૫૬.૯૮ કરોડના કામકાજે ૧૨,૧૫૬.૮૫ સામે ૧૨,૧૩૯.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૪૫.૯૫ થઈ ઘટીને ૧૨,૦૩૫ સુધી આવી અંતે ૧૨,૦૪૫.૯૫ સેટલ થયો હતો. નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૩૧,૯૮૨ કોન્ટ્રેકટસમાં રૂ.૧૧,૯૨૨.૧૬ કરોડના કામકાજે ૧૨,૧૨૧.૫૫ સામે ૧૨,૧૧૫.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૧૭.૯૦ થઈ ઘટીને ૧૨,૦૦૬.૩૦ સુધી આવી અંતે ૧૨,૩૦૬.૮૦ રહ્યો હતો.

ગોદરેજ કન્ઝયુમરરિઝલ્ટ પાછળ રૂ.૫૮ તૂટીને રૂ.૬૮૪ : એપેક્સ, કોલગેટ પામોલીવ, ઈમામી, એટીએફએલ, નેસ્લે ઘટયા

એફએમસીજી-સુગર શેરોમાં આજે ફરી વ્યાપક પ્રોફિટ બુકિંગ થયું હતું. ગોદરેજ કન્ઝયુમર દ્વારા ત્રિમાસિક પરિણામ પાછળ ફંડોની વેચવાલીએ રૂ.૫૭.૭૦ ઘટીને રૂ.૬૮૪.૪૦, એપેક્સ રૂ.૨૮.૧૦ ઘટીને રૂ.૩૩૬.૦૫, કોલગેટ પામોલીવ રૂ.૮૯.૭૫ ઘટીને રૂ.૧૩૯૫.૭૫, ઈમામી રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૩૦૦.૪૦, ગોડફ્રે ફિલિપ રૂ.૬૬.૦૫ ઘટીને રૂ.૧૧૮૧.૨૫, કોસ્ટકોર્પ રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૨૬૮.૮૫, ઉત્તમ સુગર રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૧૧.૯૦, અવધ સુગર રૂ.૯.૭૦ ઘટીને રૂ.૨૯૬.૫૦, ટાટા કોફી રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૦૦.૦૫, એટીએફએલ રૂ.૨૨.૧૦ ઘટીને રૂ.૬૯૧.૭૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૧૬૭.૯૫, વોટરબેઝ રૂ.૩.૯૦ ઘટીને રૂ.૧૩૭, ડાબર રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૪૭૮.૧૫, દાલમિયા સુગર રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૧૮.૮૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૬૫ ઘટીને રૂ.૮૩૪.૪૫, મેરિકો રૂ.૮.૧૫ ઘટીને રૂ.૩૩૬.૩૦, બલરામપુર ચીની રૂ.૩.૭૦ ઘટીને રૂ.૧૭૦.૫૫, ટેસ્ટી બાઈટ રૂ.૨૧૨.૫૦ ઘટીને રૂ.૮૨૨૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૨૫૮.૫૫ ઘટીને રૂ.૧૫,૬૧૧.૨૫, આઈટીસી રૂ.૩ ઘટીને રૂ.૨૩૩.૮૫ રહ્યા હતા.

નબળા પરિણામે આઈડીએફસી ફર્સ્ટ બેંક તૂટયો : આઈડીએફસી રૂ.૩ ઘટીને રૂ.૩૪ : યશ બેંક,  ડીએચએફએલ, એડલવેઈઝ ઘટયા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોની સતત વ્યાપક વેચવાલી રહી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા ત્રિમાસિક પરિણામ નબળા રજૂ કરી ટેલીકોમ લોન ડૂબત પેટે જોગવાઈ કરતાં શેરમાં વેચવાલી નીકળતાં રૂ.૩.૨૫ તૂટીને રૂ.૪૦.૭૫, આઈડીએફસી લિમિટેડ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૩૪.૦૫ રહ્યા હતા. જ્યારે એમસીએક્સ રૂ.૧૦૨.૮૫ તૂટીને રૂ.૧૨૭૪.૮૦, યશ બેંક રૂ.૨.૧૫ ઘટીને રૂ.૩૯.૦૫, ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાની ખોટો લોન એકાઉન્ટો ખોલીને રૂ.૧૨,૦૦૦ કરોડથી વધુ કૌભાંડ કર્યા મામલે ધરપકડના અહેવાલે શેર ૭૦ પૈસા ઘટીને રૂ.૧૩.૬૦, એડલવેઈઝ રૂ.૪ ઘટીને રૂ.૯૪, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૪૪૦.૧૫, હુડકો રૂ.૧.૩૦ ઘટીને રૂ.૪૨.૧૦, બંધન બેંક રૂ.૧૩.૩૦ ઘટીને રૂ.૪૩૭.૮૦, બજાજ ફિનસર્વ રૂ.૨૬૯.૪૦ ઘટીને રૂ.૯૬૩૨.૮૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૧૭.૦૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૩૦૭.૯૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૬.૪૫ ઘટીને રૂ..૭૯૩.૭૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૬.૮૫ ઘટીને રૂ.૧૨૩૧.૪૦, આરબીએલ બેંક રૂ.૧૩.૩૦ ઘટીને રૂ.૩૨૨, ફેડરલ બેંક રૂ.૧.૮૫ ઘટીને રૂ.૯૩, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૭૦ ઘટીને રૂ.૩૧૦.૭૦, કોટક બેંક રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૧૬૨૮.૧૦, એચડીએફસી બેંક રૂ.૮.૮૫ ઘટીને રૂ.૧૨૨૭.૧૦ રહ્યા હતા.

ક્રુડ બ્રેન્ટ તૂટીને ફરી ૫૮ ડોલર નજીક : રિલાયન્સ રૂ.૩૭ ઘટીને રૂ.૧૪૪૨ : કેસ્ટ્રોલ, એચપીસીએલ, ગેઈલ, બીપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ અમેરિકામાં ઈન્વેન્ટરીમાંજંગી વધારો નોંધાતાં ફરી ઝડપી ઘટી આવીને આજે સાંજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૨૩ ડોલર તૂટીને ૫૮.૫૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૯૯ સેન્ટ ઘટીને ૫૨.૩૪ ડોલર નજીક આવી જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૩ પૈસા વધીને રૂ.૭૧.૪૮ આવી જતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ઓફલોડિંગ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૭.૨૦ ઘટીને રૂ.૧૪૪૨.૫૦, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૫.૬૫ ઘટીને રૂ.૧૨૯.૭૫, જીએસપીએલ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૫૪.૫૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૨૩.૩૦, એચપીસીએલ રૂ.૫.૬૫ ઘટીને રૂ.૨૩૯.૯૦, બીપીસીએલ રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૪૬૯.૪૦ રહ્યા હતા.

ઓટો શેરો બજાજ ઓટો સારા પરિણામે વધ્યો : બોશ રૂ.૫૫૭ ઘટીને રૂ.૧૪૧૭૫ : કયુમિન્સ, મધરસન, એમઆરએફ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોનું ઓફલોડિંગ થયું હતું. બોશ રૂ.૫૫૬.૭૦ ઘટીને રૂ.૧૪,૧૭૫.૪૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૫૮૫.૭૫, મધરસન સુમી રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૩૮.૫૫, અશોક લેલેન્ડ રૂ.૧.૬૦ ઘટીને રૂ.૮૩.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૫૬૬.૮૦, અપોલો ટાયર રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૭૧.૨૫, એકસાઈડ રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૯૯.૫૦, અમરરાજા બેટરીઝ રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૭૮૩.૮૦, ટાટા મોટર્સ પરિણામ પૂર્વે રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૮૬.૨૦, એમઆરએફ રૂ.૬૬૭.૪૫ ઘટીને રૂ.૬૯,૬૦૯ રહ્યા હતા. બજાજ ઓટો દ્વારા આજે અપેક્ષાથી સારા પરિણામે જાહેર કરી ચોખ્ખો નફો ૧૫ ટકા વૃદ્વિએ રૂ.૧૨૬૨ કરોડ જાહેર કરતાં શેર રૂ.૪૫.૯૦ વધીને રૂ.૩૧૩૭.૨૫, આઈશર મોટર્સ રૂ.૧૪૫.૬૫ વધીને રૂ.૨૦,૩૩૫.૨૫, મારૂતી સુઝુકી રૂ.૭.૧૦ વધીને રૂ.૭૦૧૯ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં સ્ટ્રાઈડ ફાર્મા, ઈપ્કા, સિક્વેન્ટ વધ્યા : પિરામલ,, શેલબી, ઓરોબિન્દો ફાર્મા, ગ્લેનમાર્ક, ગ્રેન્યુઅલ્સ ઘટયા

ફાર્મા-હેલ્થકેર શેરોમાં પણ આજે પસંદગીની તેજી સામે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. સ્ટ્રાઈડ ફાર્મા સાયન્સ રૂ.૨૧.૭૦ વધીને રૂ.૪૬૮.૬૦, સિક્વેન્ટ સાયન્સ રૂ.૩.૪૦ વધીને રૂ.૮૭.૧૦, ઈપ્કા લેબ રૂ.૪૫.૭૫ વધીને રૂ.૧૨૭૬.૨૦,  વોખાર્ટ રૂ.૫.૧૦ વધીને રૂ.૩૫૪.૫૫, નોવાર્ટિસ રૂ.૫.૨૦ વધીને રૂ.૬૭૭.૫૦, એપીએલ રૂ.૪.૭૦ વધીને રૂ.૬૩૯, સન ફાર્મા એડવાન્સ રૂ.૨.૪૫ વધીને રૂ.૨૦૩.૫૦ રહ્યા હતા. જ્યારે પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨૩.૭૦ ઘટીને રૂ.૧૫૭૮.૬૦, શેલબી રૂ.૭ ઘટીને રૂ.૧૦૯, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૭ ઘટીને રૂ.૪૮૦.૩૦, ગ્રેન્યુઅલ્સ રૂ.૭.૧૦ ઘટીને રૂ.૧૪૬.૧૦, ગ્લેનમાર્ક રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૩૨૦.૦૫, અજન્તા ફાર્મા રૂ.૪૧.૫૦ ઘટીને રૂ.૧૧૦૮.૩૦, ન્યુલેન્ડ લેબ રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૪૪૯.૦૫, ફાઈઝર રૂ.૧૨૩.૧૦ ઘટીને રૂ.૪૨૧૧, સિપ્લા રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૪૫૦.૬૫, અબોટ ઈન્ડિયા રૂ.૧૪૧.૧૦ ઘટીને રૂ.૧૨,૫૦૭, બાયોકોન રૂ.૨.૩૫ ઘટીને રૂ.૨૯૫.૩૦, લુપીન રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૭૨૮.૮૦, સન ફાર્મા રૂ.૮.૦૫ ઘટીને રૂ.૪૪૨ રહ્યા હતા.

સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : ૧૫૭૦ શેરો  નેગેટીવ બંધ : ૧૯૮ શેરોમાં મંદીની સર્કિટ

સેન્સેક્સ-નિફટીમાં ધોવાણ  સાથે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ  નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૯૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૭૭૨ અને ઘટનારની સંખ્યા ૧૬૬૨ રહી હતી. ૧૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPIs/FIIનીરૂ.૯૬૨ કરોડની કેશમાં ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૨૯૨ કરોડની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૯૬૨.૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૬૭૪.૨૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૬૩૬.૫૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૯૨.૩૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૭૪૮.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૫૬.૦૪ કરોડની વેચવાલી થઈ હતી.

સેન્સેક્સ 285 પોઈન્ટ ગબડીને 40914 was originally published on News4gujarati